
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલિસ સ્ટેશન અને હોમગાર્ડ યુનિટ દ્વારા ઇસરી હાઈસ્કૂલ ખાતે વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો
હાલ રાજ્યમાં વૃક્ષારોપણ ને વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે અને દરેક વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો ઉગાડવામાં આવે તે માટે ખાસ એક વૃક્ષ માં કે નામ અભિયાન થકી વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત ઇસરી પોલિસ સ્ટેશન મારફતે અને હોમગાર્ડ યુનિટ ઇસરી ના સહિયોગ થી ઇસરી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બગીચા વિસ્તારમાં વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇસરી પી એસ આઈ બી એમ પરમાર તેમજ, ઇસરી હોમગાર્ડ યુનિટના હેડ મહેન્દ્રભાઈ વાળંદ સહીત ઇસરી પોલિસ સ્ટેશનના કોન્સ્ટેબલ, હોમગાર્ડ કર્મચારીઓ, દ્વારા વિવિધ વૃક્ષો ના રોપા ઉગાડવામાં આવ્યા હતા





