15 જુન 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડીયા જામનગર
જામનગર જિલ્લાનાકાલાવડ તાલુકાના ભાલંભડી ગામે રાધે ગોપી મંડળ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યકિતઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર મહિલાઓ ભાવવિભોર માહોલમાં એકત્રીત થઈ હતી અને બે મીનીટનું મૌન પાળી શોક વ્યકત કર્યો હતો તેમજ ગોપી મંડળ દ્વારા પ્રાર્થના કરી મૃતક આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની પરમાત્મા શકિત આપે એવી પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.