GUJARATKHERGAMNAVSARI

ખેરગામના મુસ્લિમો દ્વારા પહેલાગામના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

કાશ્મીરના પહેલગામમાં નાપાક આંતકવાદીઓ દ્વારા થયેલા હત્યાકાન્ડમાં શહીદ થયેલા 27 મૃતકોને આજે જુમમાંની નમાઝ બાદ મસ્જિદએ આલા હઝરત પર મુસ્લિમ સુન્નત જમાતના આગેવાનો દ્વારા શ્રધ્ધાજલી આપવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સુન્નત જમાતના પ્રમુખ ગુલામભાઈ શેખ,ઉપપ્રમુખ નજીરભાઈ શેખ,ફારૂક અલ્લારખુભાઈ શેખ,અકબરભાઈ શેખ,મોઇન મોટરવાલા સહિત મોટી સઁખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ અને યુવાનો સહભાગી બન્યા હતા.ફારૂકભાઈ શેખે જણાવ્યું હતું આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાને ખેરગામનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે,અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકાર આવું નાપાક કૃત્ય કરનાર આતંકીઓ સામે યોગ્ય પગલાં લઇ એમને સખ્તમાં સખત સજા કરવામાં આવે એવી અમારી લાગણી છે.મુસ્લિમ સમાજ દ્વારા આંતકવાદના વિરોધમાં બેનરો હાથમાં લઈ આતંકવાદ મુરદાબાદના નારાઓ બોલવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!