AHAVADANG

ડાંગ જિલ્લાના આહવા ખાતે ‘હોમગાર્ડ સ્થાપના દિન’ ની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના આહવા ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જી. પાટીલની અધ્યક્ષતામાં ‘હોમગાર્ડ સ્થાપના દિન’ની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત તારીખ ૫ ડિસેમ્બર ના રોજ હોમગાર્ડ જવાનો દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરી વ્યશન મુક્તિના સંદેશા તેમજ તે અંગે જાગૃતિ ફેલાવમાં આવી હતી. તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સાફ – સફાઇ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

તારીખ ૬ ડિસેમ્બર ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે હોમગાર્ડ જવાનો દ્વારા માર્ચ પાસ તથા સેરીમોનીયલ પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું. અહિં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જી.પાટીલ અને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી નયનભાઈ એમ. પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય હોમગાર્ડ રમતોત્સવમાં વિજયી થનાર હોમગાર્ડ સભ્યોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આહવા સિવીલ હોસ્પિટલની મેડીકલ ટીમ દ્વારા C.P.R. તથા ફ્રસ્ટ-એઈડ ની તાલીમ પણ જવાનોને આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!