નરેશપરમાર -કરજણ –
લીલોડ શાળાના આચાર્ય સહિત સૌ શિક્ષકો અને બાળકો સાથે તિરંગા રેલી યોજી
કરજણ તાલુકાના લીલોડ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વાર તિરંગા યાત્રા કાઢવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના આહવાનના પગલેસરકાર ના પરિપત્ર મુજબ શાળાઓમાં તિરંગા યાત્રા કાઢી ને લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે તારીખ 8 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભારતની આઝાદીના અમૂલ્ય રત્નો ને યાદ કરી તેમના નારા સાથે શાળા થી લઈ તેના આજુબાજુના વિસ્તારમાં લોકજાગૃતિ માટે તિરંગા રેલી કાઢવામાં આવી હતી કરજણ તાલુકાના લીલોડ ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા આચાર્યશ્રી તેમજ શાળા પરિવારના ભૂલકાઓ અને શિક્ષક ગણ સાથે ગામના સમગ્ર વડીલો તિરંગાની ગૌરવ યાત્રામાં જોડાઈ અને તિરંગાના રંગે રંગાયા હતા.