GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વાછકપર ગામે માતા, પુત્ર અને પુત્રીએ દવા પી લેતા :સગીર પુત્રનું મૃત્યુ

 

TANKARA:ટંકારાના વાછકપર ગામે માતા, પુત્ર અને પુત્રીએ દવા પી લેતા :સગીર પુત્રનું મૃત્યુ

 

 

ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા પરિવારમાં માતા અને પિતા વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થતા આ ઝઘડામાં માતાએ ઝેરી દવા પી લેતા બાદમાં પુત્ર અને પુત્રીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.જેમાં સગીર પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે, હાલમાં પુત્રી અને માતાની સારવાર ચાલુ છે.

અરેરાટીભર્યા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા હીરાલાલભાઈ સાકરિયા અને તેમના પત્ની કૃપાલિબેન વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થતા ગત તા.23 ઓગસ્ટના રોજ કૃપાલિબેને ઝેરી દવા પી લેતા આ ઘટનામાં ઘરકંકાસમા માતા કૃપાલિબેને ભરી લીધેલા પગલાં બાદ પુત્ર હરદેવ ઉ.15 અને પુત્રીએ પણ ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ ઝેરી દવા પી લેનાર ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવતા હરદેવભાઈ ઉ.15નું રાજકોટ ખાતે સારવારમાં મૃત્યુ નીપજયું હતું.જ્યારે માતા અને પુત્રી હાલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!