GUJARATSABARKANTHA

શિવજી ચોક, ખેડબ્રહ્મા મુકામે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

*શિવજી ચોક, ખેડબ્રહ્મા મુકામે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.*
જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલના ઘરની સામે આવેલ શિવજી ચોક મુકામે ગણપતિ દાદાના વિસર્જનની આગલી રાતે સોસાયટીની બહેનો દ્વારા 76 પ્રકારના પકવાન સાથે અન્નકૂટ ધરાવવામાં આવેલ તથા દાદાની સામુહિક આરતી કરવામાં આવેલ. ત્યારબાદ મોડાસાથી આવેલ પદયાત્રી સંઘ માંઅંબાના રથ સાથે સૌ પદયાત્રીઓએ ગણપતિ દાદાના દર્શન કરી ગણપતિ સ્તુતિનું ગાન કર્યું હતું. અને પ્રસાદ લઈ ધન્ય થયા હતા. *ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર મહારાજના વડાલી અને ખેડબ્રહ્માના હરિભક્તો દ્વારા ગણપતિ દાદાના ભજનો તથા શિવ મહિમા આરાધનાને લગતા ભજનો શ્રી ભાવેશભાઈ સુથારની સમગ્ર ટીમ દ્વારા રજુ કરવામાં આવેલ.* જેથી સમગ્ર વાતાવરણ ભાવ,ભક્તિ અને શ્રદ્ધામય બન્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થઈ સૌને નાસ્તો આપવામાં આવેલ. બીજા દિવસે ગણપતિ દાદાના વિસર્જન કાર્યક્રમ બાદ સાંજના સોસાયટીના સૌ પરિવારજનો સામૂહિક ભોજન લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!