
તા.૧૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:દાહોદ જિલ્લામા ગેરકાયદેસર ખનન માફિયા બન્યા બેફામ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માંથી ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર ભરી ગોધરા તરફ જતી ટ્રકને જાગૃત ઈસમએ રોકી
દાહોદ જિલ્લામા ખનીજ માફિયા બેફામ બન્યા છે.જેમાં સ્પષ્ટ જોવા મળયુ છે કે ખાણ ખનીજ વિભાગ દાહોદ જિલ્લામા નિદ્રાહીન છે.જેમા હવે ધોળા દિવસે જાહેર માર્ગ પર સફેદ પથ્થરની ટ્રક રસ્તા પરથી પસાર થતા કોઈક રાહદારીએ જોતા તેઓએ દાહોદના જાગૃત ઈસમને ટેલિફોનીક જાણ કરતા જાગૃત ઈસમ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ કરતા આ સફેદ પથ્થર ગરબાડા તાલુકાના કોઈક વિસ્તાર માંથી ભરી ગોધરા તરફ લઈ જવાતું હોવાનું જાણવાં મળ્યું હતું.જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે હવે રાત્રેજ નહીં ધોળા દિવસે પણ ખનીજ માફિયા ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી અને સરકારી ખજાનાને ચોરી કરી લાખ્ખોની કમાણી કરી રહ્યા છે.શુ આવા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કે પછી સબ સલામત ના ડોળ





