
તા.૦૩.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાંથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે પર એક ટ્રકના ચાલકે એક ૭૦ વર્ષિય વૃધ્ધને અડફેટમાં લેતાં વૃધ્ધનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી
દાહોદ શહેરમાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે અને જેને પગલે નિર્દાેષ વાહન ચાલકો અને રાહદારીઓ તેનો શિકાર બની રહ્યાં છે. થોડા દિવસો પહેલા દાહોદના મુવાલીયા ક્રોસીંગ ખાતે એક એસ.ટી. બસના ચાલકે એક મોટરસાઈકલ સવાર આશાસ્પદ યુવકને જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલના ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ અગાઉ પણ એસ.ટી. બસોના ચાલકોના કારણે દાહોદ શહેરમાં માર્ગ અકસ્માતો બનાવો બની ચુંક્યાં છે. ત્યારે હવે એસ.ટી. બસો બાદ ખાનગી વાહનોના ચાલકો બેફામ બનતાં નિર્દાેષ રાહદારી તેનો ભોગ બન્યાં છે. આજરોજ સવારના સમયે દાહોદમાંથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે રોડ પર રસ્તાની સાઈડમાંથી પસાર થતાં ૭૦ વર્ષિય ભુરાભાઈ મીનામા (રહે. રાબડાળ, ભુરીયા ફળિયું, તા.જિ.દાહોદ) ને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતાં એક ટ્રકના ચાલકે ૭૦ વર્ષિય ભુરાભાઈ મીનામાને અડફેટમાં લેતાં ભુરાભાઈ મીનામાનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ મૃતક ભુરાભાઈ મીનામાના પરિવાજનોને થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. ઘટનાને પગલે મૃતક ભુરાભાઈ મીનામાના પરિવાજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે આ માર્ગ અકસ્માત સર્જનાર ટ્રકના ેચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં મૃતક ભુરાભાઈ મીનામાના મૃતક ભુરાભાઈ મીનામાના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે સ્થાનીક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




