NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ,ખેરગામ ખાતે 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો.બીલીમોરામાં 102 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહી છે.હાલમાં કાવેરી નદી 20.5 સ્તરે પહોંચી છે. કાવરી અને અંબિકામાં પાણીનું જોર વધતા બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં 102 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.જ્યારે પૂર્ણાં નદીનું જળસ્તર 24 જેટલુ પહોંચ્યું છે.જે ભયજનક  સપાટીથી ઉપર વહી રહી છે. જેને ઘ્યાને લઇ જિલ્લાતંત્ર લોકોને એલર્ડ કરી દીધા છે.હાલમાં નદીઓમાં પાણી વધવાની શક્યતાઓને લઈ રૂસ્તમવાડી, ભેંસતખાડા, કાસીવાડી,અને ગાધેવાડી વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી,

જિલ્લામાં હાલે પંચાયત હસ્તકના 78 રસ્તાઓ બંધ છે.જ્યાં સુરક્ષા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.નવસારી જિલ્લામાં આજે રવિવારે પણ વરસાદ યથાવત રહેતા વાંસદા આજે 148 મિ.મી (5.8 ઈંચ), ગણદેવીમાં 106 મિ.મી (4.1 ઈંચ), ચિખલીમાં 106 મિ.મી (4.1 ઈંચ), નવસારી શહેરમાં 36 મિ.મી. (1.4 ઈંચ), જલાલપોરમાં 32 મિ.મી. 1.28  વરસાદ જ્યારે ખેરગામ ખાતે અનરાધાર વરસાદ તૂટી પડતા 356 મી.મી ( 14.26) નોંધાયો હતો, નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા અગ્રવાલે જનતા જાહેર અપીલ કરી છે  કે જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે જેતે વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે,જેથી જ્યારે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે ત્યારે પૂર્ણ સહકાર આપી પોતાની સલામતી માટે સુરક્ષિત સ્થાને પહોંચી જવા વિન્નતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!