BANASKANTHAGUJARATPALANPUR

કાણોદર મુકામે બે દિવસની પર્યાવરણ વિષયની તાલીમ યોજાઈ

12 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કાણોદર મુકામે બે દિવસની પર્યાવરણ વિષયની તાલીમ યોજાઈ.પાલનપુર તાલુકાની કાણોદર પ્રાથમિક શાળા નંબરમાં એકમાં ધોરણ 3 થી 5 ના પર્યાવરણ વિષય ભણાવતા શિક્ષકોની બે દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.
જે પ્રસંગે ટાકરવાડા, ચંડીસર, કુંભાસણ , સૂંઢા, કાણોદર સેન્ટરના શિક્ષકોએ ભાગ લીધો હતો.જેમાં ટોકરીયા શાળાના મુખ્ય શિક્ષક શ્રી રામજીભાઈ રોટાતર, રહીમભાઈ નાગોરી, અશોકભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, નરેશભાઈ પ્રજાપતિ, અબ્બાસભાઈ, દીપકભાઈ, દિનેશભાઈ, અમિતભાઈ, તેમજ મિત્રો દ્વારા જુદા જુદા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.શ્રી રામજીભાઈ રોટાતરે પર્યાવરણ ક્ષેત્રે પ્રકૃતિ મિત્ર એવોર્ડ, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ, મુકત જીવન પયૉવરણ એવોર્ડ, વસુંધરાની તમામ વનસ્પતિઓની જુદી જુદી ફાઇલોનો સંગ્રહ કર્યો છે. જુદી જુદી વનસ્પતિઓના પાનનો સંગ્રહ કરેલ છે. આ પ્રવૃત્તિ થકી જુદા જુદા પ્રમાણપત્ર અને શીલ્ડ મેળવેલ છે.

Back to top button
error: Content is protected !!