BANASKANTHAGUJARATPALANPUR

સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે બે-દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ બાયોકેમિસ્ટ્રીના મૂળભૂત સિદ્ધાંતો અને ઉપયોગો અણુથી દવા સુધી યોજાયો

2 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મેહતા કોલેજ ઑફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સના સૂક્ષ્મજીવવિજ્ઞાન વિભાગ અને આઇક્યુએસી દ્વારા ૩૦ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ “બાયોકેમિસ્ટ્રીના મૂળભૂત સિદ્ધાંતો અને ઉપયોગો: અણુથી દવા સુધી” વિષય પર બે-દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને કેસીજી દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મંડળના પ્રતીનિધી તરીકે ર્ડા. પરેશભાઈ પરીખ, એકેડેમિક ડાયરેક્ટર અમીત કે. પરીખ, કોલેજના પ્રિન્સિપલ ડૉ. યોગેશ ડબગરની વિશેષ ઉપસ્થિતી રહી.કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના સિદ્ધાંતોને અનુરૂપ બહુ-શાખાકીય, સંશોધન-આધારિત શિક્ષણ પૂરું પાડવાનો હતો. વર્કશોપ દ્વારા જીવવિજ્ઞાનમાં બાયોકેમિકલ સિદ્ધાંતોની સમજ વધારવા, આવશ્યક પ્રયોગશાળા કૌશલ્યોનો પ્રાયોગિત પ્રશિક્ષણ આપવા અને આરોગ્યસંભાળ, કૃષિ અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બાયોકેમિસ્ટ્રીના ઉપયોગોની ચર્ચા કરવામાં આવી.કાર્યક્રમમાં દેશના જાણીતા વિદ્વાનો અને સંશોધકોએ માર્ગદર્શન આપ્યું. મુખ્ય વક્તા તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રાજેશ પટેલે મેટાજીનોમિક્સ અને તેનો આધુનિક ચીકીત્સા શાસ્ત્રમાં ઉપયોગ વિષય પર માહિતી આપી, જીટીયુ-એસએએસટીના સહાયક પ્રોફેસર ડૉ. આર. જી. ચૌધરી અને ડૉ. દોલતસિંહ ઝાલા એ બાયોકેમેસ્ટ્રી ના પ્રાયોગિક કાર્યો કરાવ્યા, તેમજ એચએનજીયુ પાટણના ડૉ. હિમાન્શુ બારૈયાએ બેઝીક બાયોકેમેસ્ટ્રી અને ડૉ. અશિષ પટેલે નેનો ટેકનોલોજી પર વિધાર્થીઓ તથા સંશોધકોને તેમના જ્ઞાનનો લાભ આપ્યો હતો.
વર્કશોપમાં સૂક્ષ્મજીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્સ્ત્ર, બાયોટેકનોલોજી, પ્રાણીશાસ્ત્ર વિષયોના સ્નાતક અને સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ, સંશોધન વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.આ આયોજનનું નેતૃત્વ, આઇક્યુએસી કોઓર્ડિનેટર ડૉ. કે. વી. મેહતા, ર્ડા. સુરેશ પ્રજાપતી અને સૂક્ષ્મજીવવિજ્ઞાન વિભાગના વડા ડૉ. સાલેહા એફ. મેમણના માર્ગદશન હેઠળ કામન પટેલ, માર્ગી પટેલ તથા તમામ સ્ટાફમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ર્ડા. વિજય પરમાર, ર્ડા. ધુવ પંડયા, ર્ડા. અમી પટેલ દ્રારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!