GUJARATKUTCHMUNDRA

કચ્છમાં કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.

 

કચ્છમાં કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે

 

કચ્છમાં પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ભુજ ઉત્તર રેન્જની કચેરી દ્વારા તા. ૦૧/૧૨/૨૦૨૫ થી તા. ૧૫/૦૧/૨૦૨૬ દરમિયાન બે દિવસીય (એક રાત્રિ) કાળા ડુંગર ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં ધોરણ ૮ થી કૉલેજ સુધી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરી લાભ લઈ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ ધરાવતી સ્કૂલ/સંસ્થાઓએ પરિક્ષેત્ર વન અધિકારી ભુજ ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, ઘાસવંડી ફોરેસ્ટ કોલોની, લોહાણા મહાજનવાડીની બાજુમાં, ભુજ-કચ્છ તથા મો.નં. ૯૦૧૬૬ ૧૯૭૦૬, મો. નં. ૭૫૬૭૫ ૪૩૯૩૩ પર અરજી કરી શકે છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરની તારીખ- વારના આયોજન બાબતે શાળાઓના સંપૂર્ણ રજિસ્ટ્રેશન થયા બાદ જાણ કરવામાં આવશે. તેવું પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ભુજ ઉત્તર રેન્જની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!