GUJARATMEHSANAVISNAGAR

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU), વિસનગર ખાતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આયોજિત બે દિવસીય ‘થનગનાટ-૨૦૨૫’ ગરબા મહોત્સવ યોજાયું.

ગરબા મહોત્સવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ‘થનગનાટ-૨૦૨૫’ ગરબા મહોત્સવનું ભવ્ય સમાપન: ૧૦,૦૦૦થી વધુ યુવાનો ગરબે ઘૂમ્યા

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU), વિસનગર ખાતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આયોજિત બે દિવસીય ‘થનગનાટ-૨૦૨૫’ ગરબા મહોત્સવનું ગઈકાલે ભવ્ય સમાપન થયું છે.
યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત આ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૦,૦૦૦થી વધુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાસ-ગરબાની રમઝટ માણી હતી.
સંગીતમય સંધ્યાનું આયોજન
આ મહોત્સવની પ્રથમ સાંજે જાણીતા કલાકાર મીરાંદે શાહે પોતાના સુરીલા સંગીતથી ઉપસ્થિત જનમેદનીને ઝૂમવા મજબૂર કરી હતી.
જ્યારે બીજા અને સમાપન દિવસે ગુજરાતના લોકપ્રિય લોકગાયક અરવિંદ વેગડાએ પોતાના દમદાર પર્ફોર્મન્સથી યુવાનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. અરવિંદ વેગડાએ તેમના લોકપ્રિય ગીતો જેવા કે “રસિયો રૂપાળો રંગ રેલિયો” અને “રમવા આવો માડી રમવા આવો” જેવા ડાકલા ગીતો ગાઈને વાતાવરણને ગરબાના તાલે ગુંજતું કરી દીધું હતું. તેમના સંગીત પર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા, જેણે બે દિવસ સુધી યુનિવર્સિટીના કેમ્પસમાં નવરાત્રિનો માહોલ જીવંત રાખ્યો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને બિરદાવવા માટે લોકસભાના સાંસદ હરિ પટેલ અને ડૉ. અનિલ નાયક સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે જહેમત ઉઠાવી હતી.
બે દિવસ સુધી ચાલેલો આ ‘થનગનાટ-૨૦૨૫’ ગરબા મહોત્સવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો, જેણે પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે નવરાત્રિની ઉજવણીનો અનોખો અનુભવ કરાવ્યો.

Back to top button
error: Content is protected !!