
સમગ્ર શિક્ષા દ્વારા શિક્ષકોને ધોરણ 1 અને 2 પ્રજ્ઞામાં NEP-2020 અંતર્ગત અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા પેડાગોજી તથા અધ્યયન સંપુટ સત્ર – 2 તેમજ વિવિધ સામગ્રીના ઉપયોગ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું માળિયા તાલુકાના તમામ પ્રાથમિક શાળાના 1 અને 2 પ્રજ્ઞાના શિક્ષકો માટે બી.આર.સી ભવન માળિયા ખાતે ૨ દિવસીય તાલીમ યોજાય આ તાલીમમાં ટીપીઓ નરેદ્રભાઇ ભંભાણા બંને સંઘના હોદેદારો હમીરભાઈ સિંધવ અને જયદીપસિંહ ડોડીયા, ઇન્ચાર્જે બી.આર.સી ભાવેશભાઈ પરમાર, સી.આર.સી રાજેશભાઈ ડોડીયા, બી.આર.સી બગીયા સર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શિક્ષા રિસોર્સ પર્સન તરીકે તાલીમ લઈને માસ્તર ટ્રેનર્સ તરીકે જીલ્લા માં તાલીમ આપ્યા બાદ તાલુકા કક્ષાએ પણ શિક્ષકોને તાલીમ આપનાર તજજ્ઞ શ્રી અલ્પેશભાઈ બાબરીયા દ્વારા તાલીમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તજજ્ઞ શ્રી અને માસ્તર ટ્રેનર્સ દ્વારા NEP-2020 અંતગર્ત NCF – SCF ના લક્ષ્યો સિદ્ધ કરવા ક્ષમતા અને અધ્યયન નિષ્યતિઓ આધારિત પાઠ્યક્રમની સમજ, સત્ર-2 ધોરણ 1 અને 2 ના વિષયવસ્તુ ની સમજ, પેડાગોજી અને 21મી સદી ના કૌશલ્યની સમજ તાલીમમાં ઊંડાણપૂર્વક આપવામાં આવી હતી આ તાલીમમાં તાલુકાના ધોરણ 1 અને 2 ના બધા શિક્ષકો એ હાજરી આપી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





