અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં PESA કાયદાના સમજૂતી અને અસરકારક અમલીકરણ માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત SIRD સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પેસા કાયદાના સમજૂતી અને અસરકારક અમલીકરણ માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમ મેઘરજ તાલુકા પંચાયતમાં યોજાયો,જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સરપંચ, ઉપસરપંચ,સભ્ય તથા તલાટી.ક.મંત્રી ઉપસ્થિત રહી તાલીમ લીધી ,એમાં પેસા કાયદાની મૂળભૂત સમજ,પેસા ગ્રામસભા,ગૌણ વન પેદાશ ,આદિવાસીઓના જંગલ જમીન અને તેને લગતા હક અધિકારોની મૂળભૂત જાણકારી અપાઈ.આ તાલીમથી પેસા કાયદા અંતર્ગત વિસ્તારના આદિવાસી સમુદાય માં પેસા કાયદા વિશે વધુ જાગૃતિ ફેલાય અને તેનું અસરકારક અમલીકરણ થાય તે હેતુ થી તાલીમ યોજાઈ હતી