વિસાવદર ખાતે વાસ્મો દ્વારા બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારત સરકારના જળજીવન મિશન “હર ઘર જલ” કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યના તમામ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવે છે. આ પૂર્ણ થયેલ ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજના પંચાયત તો અને ગામોને હેન્ડઓવર કર્યા બાદ તેમનો અસરકારક મરામત અને નિભાવણી થાય તેમ જ યોગ્ય સંચાલન થઈ શકે તે હેતુથી દરેક જિલ્લામાં આવેલ પાણી પુરવઠા યોજના સંચાલન મરામત અને નિપાવણીના કામગીરી માટે એસએચજી સ્વ સહાયતા જૂથ અને પ્રાથમિક કૃષિકર સાહિત્ય જુથ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તાલીમમાં સ્વ-સહાયતા જૂથ અને પ્રાથમીક કૃષિકર સાહિત્ય જુથ અંતર્ગત ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત તેમજ નિભાવને અંગેની મૂળભૂત માહિતી આપવામાં આવી હતી સાથે પાણી વેરાની સમીક્ષા અને વસુલાત કેવી રીતે કરવી સ્વ સહાય જૂથ દ્વારા પાણી વિતરણ રેગ્યુલર ક્લોરીનેશન પાણી ટેસ્ટીંગ ઘટકો ની નિયમિત મરામત અને નિભાવણી જેવી કામગીરી અંગેની મૂળભૂત માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ અંતર્ગત પ્રાંત અધિકારી કિર્તનબેન રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી, યુનિટ મેનેજર વાસ્મો સોનેજી, ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા બોર્ડ વિસાવદર પઠાણ, ટીએલએમ નંદુબેન નંદાણીયા, વાસ્મો જૂનાગઢથી શૈલેષભાઈ પંડીત અને વિસાવદર તાલુકાની ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા સાથે સંકળાયેલ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



