GUJARATIDARSABARKANTHA

ઇડર ડાયટ ખાતે “આદિ કર્મયોગી વિશેષ”અભિયાન અન્વયે બે દિવસીય તાલીમ યોજાઈ

ઇડર ડાયટ ખાતે “આદિ કર્મયોગી વિશેષ”અભિયાન અન્વયે બે દિવસીય તાલીમ યોજાઈ
**
ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કર્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકામાં ડાયટ ખાતે આદિ કર્મયોગી વિશેષ અભિયાન અંતર્ગત ઈડર, હિંમતનગર અને વડાલી એમ ત્રણ તાલુકાની બે દિવસીય બ્લોક પ્રોસેસ લેબની શરૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાંથી આદિ કર્મયોગી અભિયાન માટે કુલ સાત અધિકારીશ્રીઓની ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર (DMT) ની નિમણુંક કરાઈ છે.
આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી. તેમજ વિલેજ એક્શન પ્લાન કેવી રીતે બનાવવો તે અંગે વિસ્તારે માર્ગદશન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ. જે ડાભી, ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર શ્રીમતી કૈલાસ બેન રાજગોર, નિર્મલભાઈ પટેલ, વિજયભાઈ પ્રજાપતિ સહિત અમલીકરણ કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!