
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ની ટીમે સાંસદ મનસુખ ભાઈ વિવિધ પ્રસ્નોની રજુઆત કરી.
તાહિર મેમણ – ડેડીયાપાડા -:27/08/2025 – ડેડીયાપાડા, સાગબારા ના વિકાસલક્ષી કાર્યો બાબતે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના અત્યંત જરૂરી સળગતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે તથા ખેડૂતોને ખાતર માટે પડતી હાલાકી બાબતે તેમજ આંગણવાડી વર્કરો, હેલ્પરોનાં વેતન બાબતે ગુજરાત હાઇકોર્ટના ચુકાદોનો રાજ્ય સરકાર વહેલી તકે અમલીકરણ કરે જે બાબતે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાથે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી, તેમજ હાલ ગંભીરા બ્રિજના બનાવ બાદ નર્મદા જિલ્લાના જર્જરીત પુલો, તેમજ જર્જરીત રસ્તાઓ વહેલીતકે રિપેર થાય તે બાબતે મૌખિક ચર્ચાઓ કરવામાં આવી.
બાદમાં ભાજપ જિલ્લા યુવા પ્રમુખ નીલ રાવ સાથે મુલાકાત લીધી જેમની સાથે નર્મદા જિલ્લાના વિકાસ લક્ષી કાર્યો બાબતે વિશેષ ચર્ચા વિચારણા કરી.
આ મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા, ગુજરાત ક્રાઈમ પ્રિવેન્સી પ્રેસિડેન્ટ મનીષભાઈ વસાવા, વાઈસ પ્રેસિડેન્ટ જેસીંગભાઇ વસાવા, એડવોકેટ તુષારભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.




