BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

શહીદોની યાદમાં ભરૂચમાં બે મિનિટનું મૌન: કલેક્ટર કચેરી, નગરપાલિકા સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં શ્રદ્ધાંજલિ અર્પણ

સમીર પટેલ, ભરૂચ
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં ભરૂચમાં 30 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમગ્ર દેશમાં વાહન વ્યવહાર અને કામકાજ બે મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સમગ્ર સ્ટાફે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નગરપાલિકામાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં કર્મચારીઓએ મૌન પાળ્યું હતું.

શહેરભરમાં સાયરન વાગવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી દરેક નાગરિક એક સાથે મૌન પાળી શકે. જ્યાં સાયરનની વ્યવસ્થા નહોતી, ત્યાં પણ નિયત સમયે મૌન પાળવામાં આવ્યું હતું. શહેરની તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન અને ઔદ્યોગિક એકમોમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!