અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
હિંમતનગરના પેઢમાલા યુવા સંગઠનનું અનોખું અભિયાન
ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ હવે અબોલ નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે યુવા સંગઠન પેઢમાલાના સભ્યોએ અનોખું અભિયાન હાથ ધર્યું છે. સોશિયલ મીડિયામાં એક એક કિલો દોરીની ગૂંચ આપો અને એક કિલો ગોળ લઈ જાવનો મેસેજ ફરતો કર્યો છે.યુવા સંગઠન ના બિપીનભાઈ પંડયા દ્વારા જણાવાયું હતું કે ગામમાં ઠેર ઠેર પડી રહેલી દોરીને એકઠી કરી નાશ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામના યુવા સંગઠનના યુવાનો દ્વારા ઉત્તરાણ પૂર્ણ થયા બાદ ઠેર ઠેર ધાબા પર અને રસ્તામાં દોરી પડી રહે છે. જે પશુ, પક્ષી અને માનવને નુકસાન કરી શકે છે. જેને લઈને અનોખો વિચાર સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે અને એક કિલો દોરીની ગૂંચના બદલામાં એક કિલો ગોળ મેળવો , જેથી ગામમાં ઠેર ઠેર પડેલી ઘાતક દોરીનો જથ્થો દૂર થાય છે. જેને લઇને નુકશાન અટકે છે.