
યોગેશ કાનાબાર રાજુલા
*જાફરાબાદમાં પોષણ પખવાડિયા-૨૦૨૫ની અનોખી ઉજવણી
*ધાન્ય કઠોળ, શાકભાજી સહિત પૌષ્ટિક આહારની ‘પોષણ’ રંગોળી બનાવી : પોષણ માટે સમજ આપવામાં આવી
*અમરેલી તા.૧૯ એપ્રિલ ૨૦૨૫ (શનિવાર)* અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કિશોરીઓએ ધાન્ય કઠોળ, શાકભાજી સહિત પૌષ્ટિક આહારની રંગોળી બનાવી પોષણ પખવાડિયા- ૨૦૨૫ની અનોખી ઉજવણી કરી પોષણ માટેની જરુરી સમજ અને સંદેશ આપવામાં આપવાનો પ્રયાસ કર્યો હતો.
જાફરાબાદ આઈ.સી.ડી.એસ.ના સેજામાં પોષણ પખવાડિયા-૨૦૨૫ની થીમ મુજબ કિશોરીઓ દ્વારા (ધાન્ય કઠોળ શાકભાજી) સ્થાનિક ધાન્ય પાકોનો ઉપયોગ કરીને ‘પોષણ’ની રંગોળી બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત સ્થાનિક ધાન્ય પાકોમાં બાજરાથી મળતા પોષણ ઉપરાંત અન્ય ધાન્યથી થતાં આરોગ્યપ્રદ લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી.
આમ, પોષણ પખવાડિયા-૨૦૨૫ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરુપે આઈ.સી.ડી.એસ.ઘટક જાફરાબાદના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. શ્રી રેખાબેન એન.ગોહિલ, મુખ્ય સેવિકાશ્રીઓ, એન.એન.એમ. સ્ટાફ, પી.એસ.સી. સ્ટાફના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડિયા-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી, તેમ
આઈ.સી.ડી.એસ.ઘટક જાફરાબાદના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. શ્રી રેખાબેન એન.ગોહિલે જણાવ્યુ છે.
*





