NAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા શહેરના વડબારી અને વડલી ફળિયામાં અમૃત સરોવર પ્રોજેક્ટના કામોનું ખાતમુહૂર્ત કરાયું..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારના આવેલ વડલી અને વડબારી ફળિયામાં આવેલ તળાવ જળ સંચયના કામો અંતર્ગત મનરેગા યોજનામાં અમૃત સરોવર પ્રોજેક્ટમાં મંજૂર થતા વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ખાત મુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાબેન શર્મા, તેમજ ગ્રામ પંચાયતના સભ્યઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.