GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં છરી મારી મોબાઇલ તથા રોકડની લૂટ ચલાવનાર બે ઈસમો ઝડપાયા 

 

MORBI:મોરબીમાં છરી મારી મોબાઇલ તથા રોકડની લૂટ ચલાવનાર બે ઈસમો ઝડપાયા

 

 

મોરબીમાં જૂના ઘુટું રોડ નજીક સનવર્લ્ડ સિરામીક કારખાના નજીક ચાલીને જતા બે પરપ્રાંતીય શ્રમિકોને છરીનો એક ઘા મારી મોબાઇલ તથા રોકડની લૂટ ચલાવનાર બે આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ લુટમાં ગયેલ મોબાઇલ તથા રોકડ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_0

બનાવની ટૂંક વિગત મુજબ મોરબીના જૂના ઘુટું રોડ નજીક આવેલ કાલિન્દ્રેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર સનવર્લ્ડ સિરામીકમાં કામ કરતા બે કર્મચારી ગૌતમ હરિશ્ચંદ્ર વર્મા તથા તેનો મિત્ર આશિષ વર્મા સાથે ઉંચી માંડલ રહેતા મિત્રને મળવા જતા હોય ત્યારે રોડ સુધી પગપાળા ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલ બે શખ્સોએ તેને છરીનો ઘા મારી રોહિત વર્મા પાસેથી રોકડ ૫૦૦ તથા તેના મિત્ર પાસેથી એક મોબાઇલ ઝૂંટવી લઇ લૂટ ચલાવી બંને લુંટારા નાસી ગયા હતા. બનાવ બાબતે રોહિત વર્મા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉપરોક્ત લૂંટના બનાવ બાબતે મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે માળીયા ફાટક ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન લુંટના આરોપીઓ મોટર સાયકલ લઇને માળીયા ફાટક બાજુ આવતા હોય જેથી વોચ ગોઠવી મયુરભાઈ ઉર્ફે મયલો મોતીભાઈ સુસરા રહે. વીશીપરા, મેઈન રોડ, ખાદી ભંડારની બાજુમા મોરબી તેમજ સાહીલ ઉર્ફે સાયલો ઈલ્યાસભાઈ કટીયા, રહે. વીશીપરા, ચાર ગોડાઉન પાસે. રોહીદાસપરા રોડ મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે બંને આરોપીઓ પાસેથી લુંટમા ગયેલ મોબાઇલ તથા રોકડા રૂપિયા ૫૦૦ સાથે ઝડપી લઇ હસ્તગત કરી બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!