અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકાના લીલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ ગ્રામપંચાયતના વિસ્તારમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકામાં લીલછા ગામે બે દિવસ અગાઉ એક ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું જેના કારણે લોહી લુહાણ થયું હતું સમયસર સારવાર મળી રહેતા પોતાનો જીવ બચી ગયો હતો. ભિલોડાના લીલછા ગ્રામપંચાયત વિસ્તારમાં ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન થાય અને ચાઈનીઝ દોરી થી કોઈ પતંગ ચગાવે નહીં તે માટે ભિલોડાના લીલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ જોવા મળી હતી જેની અંદર ગ્રામ પંચાયતે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. હાલ સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છુપી રીતે દોરીનો ઉપયોગ કરતા હોય છે ગ્રામ્ય વિસ્તારમાં લોકો છુપી રીતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે આ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ગામમાં કોઈ ચાઈનીઝ દોરી નું વેચાણ અને ઉપયોગ કરશે તો 5,000 દંડ પણ કરાશે તેવું જાહેરનામાંની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધુમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું ભિલોડાના લિલછા ગ્રામપંચાયત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે