જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અનોખી પહેલ: સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણ માટે “કોફી વિથ આશા” કાર્યક્રમનો યોજાયો

*જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અનોખી પહેલ: સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણ માટે “કોફી વિથ આશા” કાર્યક્રમનો યોજાયો*
**
સાબરકાંઠા જીલ્લાના ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણ માટે નવતર પહેલ રુપ “કોફી વિથ આશા” કાર્યક્રમનો નુતન વર્ષે પ્રારંભ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નુતન વર્ષે જિલ્લા પંચાયતના બગીચામાં આરોગ્ય સેવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવનાર આશા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આશા બહેનો સાથે બાળ અને માતા મરણ અટકાવવા શું કામગીરી કરવામાં આવે છે, સગર્ભા માતાઓને પોષણ અન્વયેના કાર્યક્રમ લાલન પાલન તથા અતિ જોખમી સગર્ભા વસ્થા દરમિયના આશા કાર્યકરની જવાબદારી, નવજાત શિશુઓ 0 થી 6 વર્ષના બાળકો અને પ્રજનન વય જૂથની મહિલા માટે આયર્ન સીરપ અને આયર્ન ગોળી અંગે શું કામગીરી કરવામાં આવે છે, પરિવારના ગુજરાન અર્થે સ્થળાંતર કરતાં પરિવારો, સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય સેવાઓ માટે શું અભિગમ અપનાવવામાં આવે છે, એન.સી.ડી. અંતર્ગત ડાયાબીટીસ, બી.પી., કેન્સર, આંખની તપાસ વગેરે કઇ રીતે કરવામાં આવે છે, ટી.બી. પોઝીટીવ દર્દીના નજીકના સગા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે, પાણી જ્ન્ય અને વાહક જન્ય રોગો અટકાવવા બાબતે શું કામગીરી કરવામાં આવે છે, તેમજ તેમને મળતા ઇન્સેન્ટીવ સ્કીમ માં ઇમ્પ્રુવમેન્ટ લાવવા શું અભિગમ અપનાવવામાં આવે છે તે અંગે આશા કાર્યકર બહેનો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યુ હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાએ આશા બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આ સૂચનો અને માર્ગદર્શન જિલ્લાની સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા વધારવા માટે અત્યંત જરૂરી છે. તેમણે આશા બહેનોને અપીલ કરી હતી કે તેઓ આ નવા અભિગમને શિરોમાન્ય કરીને, ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્ય કરે, જેથી “સ્વસ્થ સાબરકાંઠા”ના નિર્માણ માટેની કટિબદ્ધતાને સાકાર કરી શકાય.
જયંતિ પરમાર સાબરકાંઠા






