યુનિક-યુ સ્કૂલ દ્વારા કૌશલ્યો વિકસાવવા અનોખી પહેલ*



*યુનિક-યુ સ્કૂલ દ્વારા કૌશલ્યો વિકસાવવા અનોખી પહેલ*
યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલ, ઈડર NEP-રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓમાં જરૂરી સામર્થ્ય અને કૌશલ્યો વિકસાવતી અનોખી સ્કૂલ છે. તથા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,નવી દિલ્હીનું પ્રતિમાન કેન્દ્ર છે. શિક્ષણથી આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજે વિદ્યાર્થીઓને “ટેકનોલોજીની પ્રાયોગિક સમજ” તથા “૨૧મી સદી માટે જરૂરી કૌશલ્યો” પ્રાયોગિક રીતે શીખવવા IBM કંપની જોડે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં IBM Skills Build પ્રોગ્રામ દ્વારા બાળકો અને શિક્ષકોને પ્રાથમિક ટેકનોલોજીનું સામર્થ્ય તથા ૨૧મી સદી માટે જરૂરી કૌશલ્યો પ્રાયોગિક રીતે શીખવવાની શરૂઆત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) વિવિધ શૈક્ષણિક શાખાઓ (Interdisciplinary approach)ને જોડીને વિદ્યાર્થીઓને ‘ટેકનોલોજી’ અને ‘કાર્ય માટે જરૂરી કૌશલ્યો’ વિકસાવવા ઉપર ભાર મૂકે છે. આ કાર્યક્રમથી આ બાબતો પ્રાયોગિક રીતે શીખવા મળશે. : Coding, Internet of Things, Data Science, Artificial Intelligence, Professional Skills, Design Thinking. NEP મુજબના ૪૫૦૦ જેટલા ફ્રી કોર્ષિસ શીખવાની તક મળશે. આ માટે IBM કંપની તરફથી શિક્ષકોને ‘Emerging Technologies’ અને ‘Workplace Skills’ની તાલીમ આપવામાં આવશે.
યુનિક-યુ સ્કૂલ દ્વારા અન્ય ૫૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રોગ્રામથી માહિતગાર કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરૂરી કૌશલ્યો વિકસાવવાની પહેલ સાબરકાંઠા-અરવલ્લીના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થવાની છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




