ARAVALLIGUJARATMODASA

મોડાસા શહેરમાં માનવતાનો અનોખો સ્પર્શ જોવા મળી રહ્યો છે .કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ માટે રાહતનો વિસામો બન્યું શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા શહેરમાં માનવતાનો અનોખો સ્પર્શ જોવા મળી રહ્યો છે .કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ માટે રાહતનો વિસામો બન્યું શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા

શહેરના કલ્યાણ ચોક ખાતે ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે માનવતાનું સુંદર દૃશ્ય સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે શ્રી જલારામબાપા ચેરિટેબલ ટ્રસ્ટ, મોડાસા દ્વારા નિઃશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઠંડા પાણીની સેવા તો કાર્યરત હતી પણ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પારેખ અને ટ્રસ્ટીઓના સદવિચારોથી કલ્યાણ ચોક ખાતે ઠંડા પાણી અને ઠંડી છાશની પરબ મોડાસા મીની ઊંઝા ધામ ઉમિયા મંદિરના વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના હસ્તે સેવાકીય પ્રવૃતિ શરૂ કરવામાં આવી હતી.જ્યાં રોજિંદા પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકો અને તડકામાં મહેનત કરતા શ્રમિકોને મફતમાં ઠંડુ પાણી અને છાશ પીવડાવવામાં આવશે
આ સેવા માત્ર તરસ બુઝાવવાની નથી, પરંતુ માનવતાની મહેક ફેલાવતી એક ઉત્તમ પહેલ છે. ગરમીના તાપમાં રાહત આપતી આ સેવા લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.નિશુલ્ક ઠંડી છાશ પરબના પ્રારંભે બાલકદાસજી મહારાજ,જીવદયા પ્રેમી નિલેશભાઈ જોષી,વિશ્વ હિન્દુ પરિષદ,અરવલ્લીના સંજય ભાવસાર,નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ સહિત મોડાસાની વિવિધ સંસ્થાઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં નિશુલ્ક ઠંડી છાશ કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.સ્થાનિક લોકો પણ ટ્રસ્ટની સેવાકીય કામગીરીને વખાણી રહ્યા છે અને વધુમાં વધુ લોકો આ સેવા નો લાભ લે શે ત્યારે “ગરમીમાં બહાર નીકળો તો કલ્યાણ ચોક પાસે થોડી વાર રોકાઈને આ ઠંડી છાશનો સ્વાદ જરૂર માણશે ” એવી ભાવનાત્મક અપીલ સાથે ટ્રસ્ટ લોકો સુધી માનવતા પહોંચાડી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!