ઓગડ તાલુકાના તાણા (થરા) ગામમાં અનોખી પરંપરા..
ઓગડ તાલુકાના તાણા (થરા) ગામમાં અનોખી પરંપરા..

ઓગડ તાલુકાના તાણા (થરા) ગામમાં અનોખી પરંપરા..
————————————
શ્રીચામુંડા માતાજીના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રધ્ધાળુઓ ઉમટયા….
————————————
……સંવંત ૧૯૦૭ માં ઉંઝાથી પાટીદારો ઓગડ તાલુકા ના તાંણા ખાતે રહેવા આવ્યા હતા. અને તે સમયે તળાવમાં ખોદકામ દરમ્યાન માતાજીએ સ્વપ્નામાં એક પાટીદારને કહ્યું કે તળાવમાં મારી મુર્તિ દટાયેલી છે.તેની પ્રતિષ્ઠા કરજો….
————————————
નવ રચિત ઓગડ તાલુકાના ઘેઘૂરવડના નામે પ્રખ્યાત તાંણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનુ મંદિર આવેલ છે.આ મંદીરે દરવર્ષે મહાસુદ-૭ ના દિવસે માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત ભરમાં વસતા તાંણા ગામના ગ્રામજનો માતાજીની માંનતા પુરી કરવા તથા ઉજવણી માં અચુક પધારે છે. શ્રી ચાંમુડા માતાજીના મંદીરે પરંપરા ગત આજરોજ સંવત ૨૦૮૨ ના મહાસુદ – ૭ ને રવિવાર તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ તાંણા ગામ તેમજ આજુ બાજુ સોસાયટીઓમા વસવાટ કરતા અઢારેય વર્ણના લોકો સવારે પોત-પોતાના નિવાસેથી સીધુ સમાન મોટા સૂંડલામાં લઈ માતાજીના મંદીરે પરીવાર સાથે લાડુ-સુખડી,દાળ,ભાત,શાક્નો પ્રસાદ બનાવી માતાજીને નૈવેધ ધરાવેલ.ત્યાર બાદ સમૂહમાં ભોજન પ્રસાદ લઈ સાંજે ૫ કલાકે આરતી ઉતારી સૌ પોત પોતાના નિવાસે પરત ફરેલ. દિવસ દરમ્યાન તાણામાં મેળા જેવો માહોલ હતો.આ પાવન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,માર્કેટયાર્ડ થરાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,ભાજપ અગ્રણી એવમ તાણા પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, ગણપતભાઈ ગૌસ્વામી દશરથભાઈ ઠક્કર,નિરંજનભાઈ ઠક્કર, ભુવાજી બાબુભાઈ દેસાઈ સહિત નામી-અનામી દરેક લોકો ભોજન પ્રસાદ લઈ આરતી ઉતારી ધન્યતા અનુભવેલ.ત્યારે મંદિરના પૂજારી સુખદેવભાઈ જોષીએ ભવિક ભક્તોના મસ્તકે ચાખડી દ્વારા દરેક ભક્તોની મનોકામન માતાજી પૂર્ણ કરે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ , થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





