
કિરીટ પટેલ બાયડ રાષ્ટ્ર એકીકરણના શિલ્પી સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈઅમરગઢ ગ્રામ પંચાયતથી બાયડ APMC સુધી ૧૦ કિલોમીટરની સરદાર એકતા યાત્રા સરદાર જય ઘોષથી ગુંજી ઉઠીસાંસદશ્રી શોભનાબેન બારૈયા અને બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાએ એકતા યાત્રાને લીલીઝંડીથી પ્રસ્થાન કરાવ્યુંઆજે અરવલ્લી જિલ્લાની અંતિમ સરદાર@ ૧૫૦ યુનિટી માર્ચ બાયડ વિધાનસભામાં યોજાઇ હતી. બાયડ તાલુકાના અમરગઢ ગ્રામ પંચાયત ખાતેથી પ્રારંભ થયેલી આ યુનિટી માર્ચ બાયડ APMC ખાતે પૂર્ણ થઈ હતી. સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને બાયડના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલાએ આ એકતા યાત્રાને લીલીઝંડીથી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસંગોચિત પ્રવચનમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે,” અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રનાયક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે અને તેમના વિચારો જાણે તે માટે દેશભરમાં સરદાર યુનિટી માર્ચ યોજાઈ રહી છે. આ યાત્રાનો સુભાશય છે કે આઝાદીની ચળવળમાં જે મહાનુભાવો એ સંઘર્ષ કર્યો છે, બલિદાન આપ્યું છે અને ત્યાગ કર્યો છે તેનાથી નવી પેઢી અને આ સમાજ પરિચિત થાય તે જરૂરી છે.તેમણે વલ્લભભાઈ પટેલના ૫૬૨ રજવાડાઓ એકીકરણ કરવાના પ્રયત્નો અંગે પણ વાત કરી હતી.આ પ્રસંગે સૌએ સ્વદેશી અપનાવો શપથ લીધા હતા . સમગ્ર રેલી દરમિયાન “ભારત માતાકી જય” રાષ્ટ્ર ભક્તિના ગીતો, સરદાર ભક્તિના ગીતો ગુંજયા હતા. તેમજ ગામેગામ યાત્રાનું નગરજનોએ ઉલ્લાસભેર સ્વાગત કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની દેશભક્તિ, સાહસ અને શૌર્ય એકતા પ્રત્યેના ભાવને સમગ્ર યાત્રા દરમિયાન પદયાત્રીઓએ તેમજ સ્થાનિકોએ ઉત્સાહભેર વધાવ્યો હતો અને રજૂ કર્યો હતો. રેલીમાં સરદાર પટેલના વિચારોને પ્રતિબિંબિત કરતી વિવિધ પોસ્ટર, બેનરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી ભીખાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન પટેલ, બાયડ નગરપાલિકા પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓ અને નિવાસી અધિક કલેકટરશ્રી ડી.વી.મકવાણા, બાયડ પ્રાંત અધિકારીશ્રી હાર્દિક બેલડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડીની બહેનો અને સ્થાનિક નગરજનોએ તિરંગો અને નારા સાથે આ એકતાયાત્રાને વધુ ગૌરવમય બનાવી હતી
૦૦૦




