
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં જાહેર રોડ પર નશામાં ચુર હોય તેવો મહિલા નો વિડિઓ વાયરલ
મેઘરજ નગરના ગ્રીન પાર્ક ચોકડી સામે આવેલા જાહેર રોડ પર 31 ડિસેમ્બરના રોજ એક પુરુષ અને એક મહિલા નશાની હાલતમાં જાહેર સ્થળે હંગામો મચાવતા નજરે પડ્યા હતા. નવા વર્ષની ઉજવણીના દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બંને વ્યક્તિઓ નશામાં ધૂત હાલતમાં જાહેર રોડ પર અશોભન વર્તન કરી રહ્યા હતા. જેના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા થોડા સમય માટે સમગ્ર વિસ્તાર બાનમાં લઈ લેવાયો હતો.ઘટનાના કારણે આસપાસના વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ હતી. જાહેર સ્થળે આ પ્રકારનું વર્તન નશાબંધીના નિયમોની ખુલ્લેઆમ અવગણના સમાન હોવાનું સ્થાનિકોનું કહેવું છે.ઘટનાની જાણ થતાં લોકો દ્વારા નશાબંધીના નિયમોનું કડક અમલ કરવામાં આવે તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નવા વર્ષના દિવસે જ આવી ઘટના બનતા પોલીસ તંત્રની કાર્યવાહી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો આવી ઘટનાઓમાં વધારો થવાની ભીતિ છે જોકે વિડિયો વાયરલ ની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતું નથી





