Rajkot: મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬: ૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના મતદારો ૨૯ અને ૩૦ નવેમ્બરે તેમના ફોર્મ જમા કરાવી શકશે

તા.૨૭/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ ૨૯ તથા ૩૦ નવેમ્બર ના રોજ નીચેના સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.
(૧) મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ), જુની કલેકટર કચેરી કમ્પાઉડ, આઈ.પી. મીશન સ્કુલ સામે, રાજકોટ
(૨) મહાનગર પાલિકા વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૧૫,૧૬, ૧૮ ની કચેરીઓ
(૩) તમામ મતદાન મથક ખાતે
તા.૨૯/૧૧/૨૦૨૫ના રોજ બપોરના ૧૨ : ૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી અને તા.૩૦/૧૧/૨૦૨પ ના રોજ સવારના ૧૦ : ૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની સૂચના મુજબ મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત આ આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા મતદારોને મતદાર નોંધણી અધિકારી, ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તાર મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



