BHARUCHNETRANG

વાલીયા : સામાજીક વનીકરણ વાલિયા રેન્જ દ્વારા ફોરેસ્ટ એન્ડ ફૂડની થીમ પર આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

આંતરાષ્ટ્રીય વન દિવસ નિમિતે પંચવતી કેન્દ્ર હિરાપોર અને શ્રી આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સી.એફ આનંદકુમાર અને ડી.સી.એફ. ઉર્વશીબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વાલિયા સામજીક વનીકરણના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલ અને વન રક્ષક એસ.બી.જાદવ, એમ.જે.બારિયા અને દિનેશ રાઠવા દ્વારા ૨૧મી માર્ચ ૨૦૨૫ ના રોજ ફોરેસ્ટ ફુડનાં થીમ થકી ઉજવણી કરવામાં આવી.

 

બાળકોને સમજ આપતા જણાવ્યું હતું કે આજે આપણે અનુંભવ કરી રહ્યા છે કે વધુ પડતી ગરમી વધુ ઠંડી વધુ વરસાદ પડવો ઋતુઓ અસંતુલીત થઈ ગઈ છે. જેથી ખુબ મોટી અસર માનવ સમાજ તથા પર્યાવરણ ઉપર પડી રહી છે. જેથી આપણે સૌની નૈતીક ફરજ સમજી આપણે લોક જાગૃતિ કેળવી વૃક્ષો વાવી આપણા તથા આપણી ભાવી પેઢી માટે નિસ્વાર્થ ભાવે વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવું જોઈએ.

 

 

વધતી જતી કંપનીઓ, સોસાયટીઓ, ફોરેસ્ટનાં જગલો વૃક્ષોનો વિનાશ કર્યા છે. ભરૂચ જીલ્લનાં ધણા ખેડુતો એગ્રોફોરેસ્ટ્રી મોડેલ અપનાવેલ છે અને સારી એવી આર્થીક રીતે પણ પગભર બન્યા છે અને પર્યાવરણ સુધારાનું પણ કામ કરેલ છે સરકાર એગ્રોફોરેસ્ટ્રી મોડેલમાં ખેડુતોને પ્રોત્સાહન આપી સારી એવી સહાય પણ આપી રહી છે.જેથી ખેડતોને ખેતીની સાથે સાથે એગ્રોફોરેસ્ટ્રી મોડેલ થકી ઈમારતી લાકડા થકી સારી એવી આવક મેળવી આર્થીક રીતે પગભર બન્યા છે તો આપણે સૌવ સંકલ્પ કરીએ અને ફુડ એન્ડ ફોરેસ્ટ ૨૧મી માર્ચ ૨૦૨૫ ઉજવણી થકી લોક જાગૃતિ ફેલાવી વૃક્ષારોપણ કરી પર્યાવરણને નંદનવન હરીયાળું ગામ તાલુકો હરીયાળો જીલ્લો બનાવી સૌ સાથ સહકાર આપીએ. તેમજ વન વિષે વિસ્તુત સમજ આપવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરી આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!