DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા નજીક એક ગામમાંથી એક જાગૃત વ્યક્તિને માનસિક અસ્વસ્થ કિશોરી જોવા મળતા 181 મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી

તા.૩૦.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De:bariya:દેવગઢ બારીયા નજીક એક ગામમાંથી એક જાગૃત વ્યક્તિને માનસિક અસ્વસ્થ કિશોરી જોવા મળતા 181 મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી

ત્યારબાદ જાગૃત વ્યક્તિએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા ની ઉંમર આશરે 20 વર્ષ છે. જાગૃત વ્યક્તિ જણાવે છે કે આ પીડિતા છેલ્લા 2 કલાક થી ગામમાં ફરે છે. અને અત્યારે અહીંયા આવીને બેઠા છે. જેથી પીડિતા નું કાઉન્સિલિંગ કરી અને પીડિતા નું નામ સરનામું મેળવી પીડિતા ના ગામના સરપંચ નો કોન્ટેક્ટ કરી અને ત્યાર બાદ પીડિતા ના ફેમેલી નો કોન્ટેક્ટ કરેલ. પીડિતા તેઓના ઘર સુધી શાંતિ અને સલામતી થી તેઓના પરિવાર સુધી પહોંચી જાય જેથી પીડિતા ને તેમના પરિવાર જોડે ફેમેલી હેન્ડ ઓવર કરેલ છે. અને પીડિતા ના પરિવાર ને પણ જણાવેલ કે તમે તમારી દીકરી નું ધ્યાન રાખો. પરિવાર માંથી કોઈ એક વ્યક્તિ પીડિતા ના જોડે રહો, અને પીડિતા માનસિક અસ્વસ્થ છે તો તેને કોઈ સારી હોસ્પિટલ માં બતાવો અને ટ્રીટમેન્ટ કરવો જેથી તેઓ સારુ જીવન જીવી શકે. પીડિતા ને ઘરે પરત સોંપતા પીડિતા ના પરિવારે 181 અભયમ ટીમ નો આભાર વવ્યક્ત કરેલ છે

Back to top button
error: Content is protected !!