
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ તા. 31/07/2025 – ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો “વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમ – 2025” સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમ સમગ્ર શિક્ષા, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નવસારીના સૂચન અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય હેતુ વિદ્યાર્થીમિત્રોને વોકેશનલ અભ્યાસક્ષેત્ર સાથે જોડાયેલા ભવિષ્યના અવસરો અંગે માર્ગદર્શન આપવા માંગતું હતું.કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી ઈશ્વરભાઈએ કરી હતી. કાર્યક્રમના પ્રમુખ તરીકે શ્રી જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી ચેતનભાઈએ મહેમાનોને હાર્દિક સ્વાગત પાઠવ્યું.આ કાર્યક્રમમાં સમગ્ર ખેરગામ તાલુકાથી અંદાજિત 750 જેટલા વોકેશનલ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમણે વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે માહિતી મેળવી અને પોતાના ભવિષ્ય માટે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનશ્રીઓ શ્રી સ્નેહલભાઈ અને સુશ્રી ખુશ્બુબેન, તેમજ BRC ખેરગામના શ્રી વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ તાલુકાના બ્લોક રિસોર્સ પર્સન્સ જેમ કે પ્રિયંકાબેન, મિતેશભાઇ, કનકલતાબેન, નિકિતાબેન અને જીગરભાઈએ પણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો.કેરીયર કાઉન્સેલર શ્રી સાવનભાઈએ ધોરણ 10 અને 12 પછી ઉપલબ્ધ કોર્સીસ અને કારકિર્દી વિકલ્પો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ITI ખેરગામમાંથી પ્રોફ. પ્રતિકભાઇ અને પ્રોફ. દિવ્યેશભાઈએ તજજ્ઞ તરીકે વિદ્યાર્થીઓને ITI ના વિવિધ કોર્સીસની માહિતી આપી.વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણ માટે આયોજન કરાયેલ આ કાર્યક્રમને શાળા, સંચાલકો અને અધિકારીઓનો ઉત્સાહપૂર્ણ સહકાર મળ્યો અને કાર્યક્રમ ખુબજ સફળતાપૂર્વક પૂર્ણ થયો.



