Rajkot: રાજકોટ શહેર કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

તા.૨૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભ સ્પર્ધા આગળ વધી રહી છે, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત રમત સંકુલ ખાતે યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં વિવિધ ઉંમરની કેટેગરીમાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લઈને પોતાનું હુન્નર બતાવ્યુ હતુ.
રાજકોટ શહેર કક્ષાની આ સ્પર્ધામાં ભાઈઓમા ૧૪ તથા ૧૭ વર્ષ સુધીની વય જૂથમાં તપોવન સ્કૂલ પ્રથમ નંબરે, ભાઈઓમા ઓપન એઈજમાં વોર ટીમ પ્રથમ નંબરે વિજેતા થયા હતા.
બહેનોમાં ૧૪ વર્ષ સુધીની વય જૂથમાં એસ.એન.કે. સ્કૂલ, ૧૭ વર્ષની વય જૂથમાં કે.વી.કે.વી.સ્કૂલ તથા બહેનોમાં ઓપન એજમાં જય જલારામ ટીમ પ્રથમ નંબરે વિજેતા થયા હતા.
ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. આ સ્પર્ધાઓમાં રમતવીરો પોતાનું કૌવત બતાવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે વોલીબોલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જુદી-જુદી ટીમના રમતવીરોએ ભાગ લીધો હતો.




