GUJARAT

ડેડીયાપાડા ના સાબુટી ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ડેડીયાપાડા ના સાબુટી ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

તાહિર મેમણ : ડેડીયાપાડા -20/04/2024- નર્મદા જિલ્લાનાં તમામ મતદારો આ મતદાનમાં અચૂક ભાગ લઇ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે ચૂંટણી પર્વ દેશ કા ગર્વ થીમ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે.

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વરનાં વણજી અને સુર્યાની ગામે, તિલકવાડાના ગંભિરપુરા જયારે દેડિયાપાડાના નાની બેડવાણ અને સાબુટી ગામનાં મતદાતાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મત આપવા માટે શેરી નાટક, વકતૃત્વ સ્પર્ધા, શપથ અને રેલી યોજી જાગૃત્તિ સંદેશ આપવામા આવ્યો હતો. સાથે અન્ય લોકોને મતદાન અંગે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ દોંગાના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નર્મદા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ઠેર-ઠેર ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!