વિજયનગર આર્ટસ કોલેજ ખાતે ‘મતદાર જાગૃતિ ક્વિઝ’ યોજાઈ



વિજયનગર આર્ટસ કોલેજ ખાતે ‘મતદાર જાગૃતિ ક્વિઝ’ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય કરવા માટે વિજયનગર આર્ટસ કોલેજ ખાતે એક વિશેષ ‘ક્વિઝ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓને ભારતીય ચૂંટણી પ્રક્રિયા, મતદાનનું મહત્વ અને નાગરિકોના બંધારણીય અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતે અચૂક મતદાન કરશે અને પોતાના પરિવાર તેમજ આસપાસના લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશે તેવો ‘સો ટકા મતદાન’નો મક્કમ સંકલ્પ લીધો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા




