GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે થયેલ મતદાર સાક્ષરતાનો કાર્યક્રમ યોજાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૧.૨૦૨૬

લોકશાહી ઉત્સવ એટલે મતદાન. પ્રજા પોતાના પસંદગી ના નેતાને મત આપી વિજય અપાવે અને ચૂંટાયેલા નેતા પ્રજાલક્ષી કામ દ્વારા લોકશાહીને જીવંત રાખે તે હેતુથી પ્રતિવર્ષ 25 મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં ભવિષ્યના યુવા મતદાતા એટલે કે ધોરણ 11ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંને માધ્યમના વિદ્યાર્થીઓને મતદાન માટે જાગ્રત કરવા કૃત્રીમ મોક્ મતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને હાલોલ પ્રાંત ઓફિસર સુસ્મિતા ઈપલાપલ્લી અને ઉદ્યોગ જગતમાં પ્રચલિત એવા શિક્ષણ વિદ્ અને જી.આઇ.ડી.સી એસોસિયેશન, હાલોલ ના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મતદાર સાક્ષરતા કાર્યક્રમમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ઉમેદવારની નોંધણી કઈ રીતે થાય છે?, મતદાન મથકમાં કઈ રીતે સમગ્ર ચૂંટણીની પ્રક્રિયાનું કામકાજ થાય છે તેની સમજણ આપવામાં આવી હતી.પ્રાંત અધિકારી દ્વારા વિધાર્થીઓને ખૂબ જ ઊંડાણપૂર્વક ચૂંટણી ની સમજ વિધાર્થીઓને આપવામાં આવી હતી. તેમજ શાળા માં વિધાર્થીઓને ઉમેદવાર તરીકે પણ ઉભા રાખવામાં આવેલ. ઉમેદવાર વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રચાર કરી પોતાને મત આપવાની અપીલ મતદાતા એટલે કે વિદ્યાર્થીઓ આગળ કરી. જેમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ઉભેલા ઉમેદવારોને પોતાનો કિંમતી મત આપી મતદાન પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ બધા જ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે શપથ લેવડાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!