ડાંગ જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. છેલ્લા અઢી વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં પોલીસને થાપ આપી રહેલા નાની દમણના બુટલેગરને ડાંગ SOGની ટીમે વલસાડ જિલ્લાના વાઘલધરા ખાતેથી દબોચી લીધો છે.ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ ડાંગ SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી.શેખ અને તેમની ટીમ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી.તપાસ દરમિયાન SOG ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, આહવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મયુરભાઇ મહેશભાઇ હળપતી (રહે. એન્કર કોલોની, ભીમપોર, નાની દમણ) હાલ વલસાડ જિલ્લાના વાઘલધરા ગામે આવ્યો છે.બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક વલસાડના વાઘલદરા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબના વર્ણન વાળો ઇસમ દેખાતા જ પોલીસે તેને કોર્ડન કરી પુછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની ધરપકડ કરી ડાંગ-આહવા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ વોન્ટેડ હતા, જેમાંથી મયુર હળપતી ઝડપાઈ ગયો છે. જ્યારે આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ડાંગ-આહવા એલ.સી.બી. (LCB) ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે..
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN