GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના રોહિશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

TANKARA:ટંકારાના રોહિશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

 

ટંકારા તાલુકાના રોહિશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ – ૩૧૮ તથા બિયર ટીન -૪૮ મળી કુલ કિં રૂ્. ૧,૨૯,૯૩૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.


ટંકારા પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, કાળા કલરની ક્રેટા કાર નંબર-GJ-07 -DG-2192 વાળી નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૩૧૮ કિ.રૂ. કી.રૂ. ૧,૨૪,૩૬૨/- તથા કીંગ ફીસર બીયર ટીન નંગ-૪૮ કી.રૂ. ૫,૫૬૨/- મળી કુલ કી.રૂ. ૧,૨૯,૯૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૧૦,૦૦૦/-મળી કુલ કી રૂ. ૭,૩૯,૯૩૦/- ના મુદામાલ સાથે બે આરોપી ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા (ઉ.વ. ૩૦) તથા કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉ.વ. ૩૨ રહે. બંને જોધપર ઝાલા તા. ટંકારાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા. વાંકાનેરવાળાનુ નામ ખુલતા ત્રણે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે

Back to top button
error: Content is protected !!