GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર, કરજણ ડેમ માંથી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડતાં નદી બે કાંઠે

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર, કરજણ ડેમ માંથી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડતાં નદી બે કાંઠે

 

ડેડીયાપાડા અને સાગબારા માં ભારે વરસાદથી કરજણ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી એકાએક વધી જતા પાણી છોડાયું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

સમગ્ર નર્મદા જિલ્લામાં ૨૪ જુલાઈના રોજ ભારે વરસાદ વરસ્યો હતો તમામ તાલુકાઓમાં વરસાદ વરસતા જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી

સમગ્ર રાજ્યમાં હાલ વરસાદ વરસી રહ્યો છે નર્મદા જિલ્લામાં પણ તારીખ ૨૪ જુલાઈ ના રોજ ભારે વરસાદ વરસતા જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે જિલ્લામાં તાલુકાઓમાં વરસાદ ની વાત કરીએ તો સવારે ૬:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી તિલકવાડા તાલુકામાં ૮.૦૭ ઇંચ, નાંદોદ માં ૫.૪૭ ઇંચ , દેડિયાપાડામાં ૨.૯૬ ઇંચ , સાગબારા માં ૧.૯૭ ઇંચ તેમજ ગરુડેશ્વર તાલુકામાં ૩.૬૬ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજપીપલા નજીક આવેલ કરજણ ડેમમાં પાણીની આવક એક લાખ ક્યુસેક જેટલી થઈ હતી જેથી ડેમની જળસપાટી વધીને ૧૦૮.૦૫ મીટર પોહચી હતી જેથી ડેમની રૂલ લેવલ ( ૧૦૬.૪૫ મી) જાળવવા ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેથી કરજણ નદી બે કાંઠે વહેતી થઈ નદી કિનારાના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું કાંઠાના વિસ્તારોને સાવધાન રહેવા અપીલ કરાઇ હતી ઉપરાંત રાજપીપલા રામગઢ ને જોડતો પુલ બંધ કરાયો હતો

Back to top button
error: Content is protected !!