
સમીર પટેલ, ભરૂચ
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જેને અનુલક્ષીને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ નવ જેટલી અરજી મળી હતી. તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.



