ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા : રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી હત્યા કરાઈ,પોલીસે હત્યાંનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી હત્યા કરાઈ,પોલીસે હત્યાંનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

ભિલોડા તાલુકાનાં રામપુરી ગામે એક હચમચાવે એવી ઘટના બની છે. ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે. પરિવારનાં આરોપ મુજબ, જૂનાં ઝઘડાની અદાવતમાં ગામનાં જ શખ્સ દ્વારા મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે ભિલોડા પોલીસે કાર્યવાહી હાથધરી છે

પોલીસ તપાસ મુજબ, અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી ગામમાં 45 વર્ષીય તાબિયાર ઉર્મિલાબેન દિલીપભાઈ પરિવાર સાથે રહેતા હતા. ગત મોડી રાતે જ્યારે તેઓ ઘરમાં સૂતા હતાં ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને ઇસમ ફરાર થયો હતો. આ ઘટનામાં ઉર્મિલાબેનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ASP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે મહિલાનાં મૃતદેહને પીએમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, પરિવારનો આક્ષેપ છે કે ઉર્મિલાબેન પર આ ફાયરિંગ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ગામનાં જ શખ્સ દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, હાલ આ મામલે અજાણ્યા ઇસમ સામે હત્યા સહિતનો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી હતી

સમગ્ર ઘટના ને લઈ પોલીસ દ્વારા ગામ ના જ આરોપી ને અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં દિન-પ્રતિ-દિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતા હવે ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર રહ્યો ના હોય એમ, ચોરી,લૂંટફાટ,હત્યા,બળાત્કાર, અપહરણ સહિત બનાવો વધતા પ્રજાજનો ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે,ભિલોડા તાલુકાના રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી હત્યા કરાઈ ની ખબર પડતાં રામપુરી ગામના જ રાજેશ તાબિયાર નામના આરોપી ની પોલીસે અટકાયત કરી છે આ બાબતે અરવલ્લી જિલ્લા A S P સંજય કુમાર કેસવાલા એ જણાવ્યું કે, રામપુરી ગામની મહિલા પ ર ડાકણ હોવાનો વહેમ રાખી ૪૫ વર્ષીય ઉર્મિલાબેન દિલીપકુમાર તબિયાર નામ ની મહિલાના ધરે,એકલતાનો લાભ ઉઠાવી મહિલાના જમણા પગના સાથળના પાછળના ભાગે બંદુકથી ફાયરીંગ કરીને મહિલાના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી કરૂણ મોત નિપજાવ્યુ હતું.ભિલોડા તાલુકાના રામપુરી ગામના મૃતક મહિલાના પતિ દિલીપકુમાર પુનાજી તબિયાર દ્વારા રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબિયાર રહે,રામપુરી ગામના હત્યારા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!