GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં છૂટક કપડાનો ધંધો કરતા મહિલાનો રૂ. ૯,૦૦૦ ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસે ગણતરીની ક્લાકમાં શોધી આપેલ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વેરાવળ વતની અને હંસાબેન જેન્તીભાઇ સોલંકી જૂનાગઢ કપડાનો છૂટક વેપારનો ધંધો કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય. ત્યારે આજે હંસાબેન રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. બસ સ્ટેશન પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમનો રૂ. ૯,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલામાં રૂ. ૯,૦૦૦/- ની કિંમતની ૩૨ કુર્તી તથા અન્ય સામાન હોય હોય. હંસાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? હંસાબેને પરસેવાની કમાણીથી રોજે રોજનુ કમાઇ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય અને આ થેલો ખોવાતા તેમને ધંધામાં ખૂબ નુકશાન થતું હોય જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા હંસાબેન સોલંકી જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હંસાબેન પોતાનું રૂ. ૯,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષા શોધી અને હંસાબેન સોલંકીને રૂ. ૯,૦૦૦/ની કિંમતના સામાનનો થેલો શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!