KUTCHMANDAVI

ફરાદી ગામથી નાની તુંબડી ગામ તરફ જતા રસ્તે આશાપુરા મંદીર તરફ સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર બોક્સાઇટ(ખનીજ) ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી એલસીબી,પશ્ચિમ કચ્છ-ભુજ

૧૧-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

ભુજ કચ્છ :-પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ફરાદી ગામથી નાની તુંબડી ગામ તરફ જતા રસ્તે આશાપુરા મંદીર તરફ સીમ વિસ્તારમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ખનીજ ટ્રકોમાં ભરી અન્ય જગ્યા લઇ જવાના છે. અને તેઓની આ પ્રવૃતિ હાલે ચાલુમાં છે. જેથી તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ત્રણ ટ્રકો તથા એક ઇસમ મળી આવેલ રામભાઇ પોલાભાઇ ભુતીયા (મેર) (ઉ.વ.૨૫) ધંધો. ડ્રાઇવીંગ રહે વચ્છરાજ દાદાના મંદીરની સામે, બોખીરા તા.જી. પોરબંદરતેમજ મળી આવેલ ત્રણ ટ્રકો મળી આવેલ એક અશોક લેલન્ડ કંપનીની ટ્રક રજી.નં. જીજે.૧૦.ટી.એક્સ.૩૫૩૪ જેમાં બોક્સાઇટ આશરે ૨૫ ટન ભરેલ,ટાટા કંપનીની ટ્રક રજી.નં. જીજે.૩૭.ટી.૯૯૨૧ જેમાં બોક્સાઇટ આશરે ૨૫ ટન ભરેલ ટાટા કંપનીની ટ્રક રજી.નં. જીજે.૨૫.યુ.૭૭૬૫,

બે ટ્રકોમાં.બોકસાઈટ(ખનીજ) ભરેલ જોવામાં આવેલ જેથી હાજર મળી આવેલ મજકૂર ઇસમ પાસે સદરહુ જગ્યાએ બોકસાઈટ ભરવા અંગે પાસ પરવાના કે રોયલ્ટીની માંગણી કરતા પોતાની પાસે આવા કોઇ પાસ પરવાનો કે આધાર પુરાવા નહી હોવાની હકિકત જણાવેલ. જેથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટ(ખનીજ)ની કરેલ હોવાથી ખાણ અને ખનીજ વિભાગ, ભુજ -કચ્છનાઓને જાણ કરી કબ્જે કરેલ મુદામાલ કુલ કિં.રૂ. ૮,૦૨,૧૬૦/-ના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી માટે કોડાય પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!