ARAVALLIGUJARATMODASA

ભિલોડાના તાલુકાના વસાયા ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના તાલુકાના વસાયા ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી

અરવલ્લી જિલ્લાની અંદર કેટલાક કિસ્સાઓ એવા સામે આવે છે જેમાં લોકો પોતાના જીવન કુરબાન કરી ભગવાન ને હવાલે કરે ફરી એકવાર એવી ઘટના સામે આવી છે જેમાં ભિલોડા તાલુકાના વસાયા ગામની એક 29 વર્ષ મહિલાએ કુવામાં જમ્પલાયુ હોવાની માહિતી સામે આવી છે જેમાં ઘટનાની જાણ મોડાસા ફાયર ને થતા મોડાસાની ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી કુવામાં પડેલી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો

ભિલોડા તાલુકાના વસાયા ગામની સંગીતાબેન નામની 29 વર્ષીય મહિલા હોવાનું સામે આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ અગમ્ય કારણો સર કુવામા જમ્પલાવ્યું હતું અને મોત નીપજ્યું હતું જેમાં શામળાજી પોલીસ ને જાણ થતા પોલિસ ઘટના સ્થળે પોહચી હતી અને મોડાસા ફાયર ટિમ પણ ઘટના સ્થળે પોહચી ફાયર ટીમના દિલીપ પારગી તેમજ ટીમ પાર્થ પટેલ,વિશાલ, રાહુલ,સંજય કડીયા અને નિરવ ડામોર સંયુક્ત ફાયર ટિમ દ્વારા ઉંડા કુવામાં માંથી મહિલાની લાશને બહાર કાઢી રેસ્ક્યુ કયુઁ હતું સમગ્ર ઘટના ને લઇ શામળાજી પોલીસે એ ડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી કુવામાં પડેલ મહિલાના મોતનું કારણ અકબંધ છે

Back to top button
error: Content is protected !!