GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મીડિયા કર્મીઓનો વર્કશોપ યોજાયો

નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મીડિયા કર્મીઓનો વર્કશોપ યોજાયો

 

મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ થઈ રહેલી કામગીરી નિહાળી

 

આ વર્કશોપમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આચારસંહિતા, કવરેજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને માધ્યમકર્મીઓની પ્રચાર-પ્રસારની ભૂમિકા અંગે વિસ્તૃતમાં જાણકારી અપાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા હવે તેના મધ્યાંતર ભાગમાં પહોંચી છે. તૈયારીઓ હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. તા.૭મી મે-૨૦૨૪ના રોજ મતદાન થશે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં સમૂહ માધ્યમો અને મીડિયા માધ્યમકર્મીઓની ભૂમિકા પણ મહત્વની રહેલી છે. ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓનો વર્કશોપ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

આ વર્કશોપ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મૌલિક દોંગાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માધ્યમોની ભૂમિકા, સ્વીપ એક્ટિવિટીના જિલ્લામાં થઈ રહેલા કાર્યક્રમોનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને જિલ્લામાં વધુ મતદાન થાય તેના માટે હકારાત્મક લોકજાગૃતિ અર્થે મીડિયાના મિત્રો સહભાગી બને તેવી અપીલ કરી હતી. સાથોસાથ પેઈડ ન્યૂઝ તથા વાયોલન્સ ફેલાવે તેવા સમાચારોથી દૂર રહી સોશિયલ મીડિયામાં વહેતી વાતોની પહેલાં યોગ્ય ખરાઈ કરવા અને ત્યારબાદ જ તેને મીડિયામાં પ્રસારિત કરવા પર ભાર મૂક્યો હતો. સાથોસાથ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થનારા વેબકાસ્ટિંગ, જિલ્લા કન્ટ્રોલરૂમ સહિતની બાબતો અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.

MCMC ના નોડલ અધિકાર તથા નાયબ માહિતી નમિયામક અરવિંદ મછારે મીડિયા મોનિટરિંગ એન્ડ મીડિયા સર્ટિફિકેશન અંગેની સમંપૂર્ણ પ્રક્રિયાની સમજ માહિતી ઉદાહરણ સહિત પુરી પાડી હતી. સાથે મીડિયા સર્ટિફિકેશનની પ્રક્રિયા અને પેઈડ ન્યૂઝ-જાહેરખબરો અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. અને મીડિયા કર્મીઓએ ચૂંટણી દરમિયાન ધ્યાને રાખવાની બાબતોથી અવગત કર્યા હતા.

 

સહાયક માહિતી નિયામક દર્શન ત્રિવેદીએ ભારતીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચની મીડિયાકર્મીઓ માટેની ગાઈડલાઈન તથા જિલ્લામાં મહિલા મતદારને મતદાન જાગૃતિ સહિતની વિવિધ એક્ટિવિટી અંગે ઊંડી સમજણ આપી હતી. જાહેરખબર પ્રમાણીકરણ, માધ્યમ કર્મી તરીકે શું કરવું અને શું ન કરવું, એક્ઝિટ પોલ, MCMC, મીડીયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ અંગે મીડીયા કર્મીઓને માહિતગાર કર્યા હતા. આ વર્કશોપમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાના કર્મીઓ/પ્રતિનિધિઓએ મૂંઝવતા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેની ચૂંટણી ગાઈડલાઈ પ્રમાણેની સમજણ આપી હતી અને માધ્યમકર્મીઓએ આપેલા ઉત્તરથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

વર્કશોપ બાદ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર(MCMC)ની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્વેતા તેવતિયાએ ખાસ મુલાકાત કરી કામગીરીનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરી થઈ રહેલી કામગીરીની પ્રસંશા કરી હતી. ભરૂચ-છોટાઉદેપુર લોકસભા વિસ્તારના નર્મદા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રની આંકડાકીય વિગતો પ્રદર્શિત કરવામાં આવી છે તેનું પણ રસપૂર્વક નીરિક્ષણ કરીને નિહાળ્યું હતું. જેમાં પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સહભાગી બન્યા હતા. સૌએ કામગીરીની સરાહના કરી હતી. જિલ્લા કલેક્ટર સાથે નાયબ કલેક્ટર પ્રતિભા દહિયા(તાલીમી-પ્રોબેશનરી ઓફિસર) પણ જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!