GUJARATJAMNAGAR CITY/ TALUKO

શિક્ષક ભરતી મુદે આવેદનપત્ર અપાયા

 

જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શિક્ષણ સહાયક / વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ હાલ તાજેતરમાં જ બઢતી અને જુના શિક્ષકોના બદલી બાદ ખાલી પડેલી જગ્યાઓને લઈને વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી છે. અને શિક્ષણનું સ્તર સુધરે તે માટે કાયમી શિક્ષકો અત્યંત જરૂરી છે તેવા સમયે વિલંબમાં અટવાયેલી ભરતી પ્રક્રિયા ઝડપી અને વધુ શિક્ષકોને આવરી લેવામાં આવે તેવી લાગણી સાથે સરકારમાં માંગણી કરતું આવેદનપત્ર કલેકટર કચેરીએ પાઠવવામાં આવ્યું છે. (તસવીર : કિંજલ કારસરીયા)

Back to top button
error: Content is protected !!