GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ-“પ્રશાસન ગાંવ કી ઔર” નિમિત્તે વર્કશોપ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ-“પ્રશાસન ગાંવ કી ઔર” નિમિત્તે વર્કશોપ યોજાયો

**

*વિવિધ વિભાગોની કામગીરી, ઉપલબ્ધીઓની માહિતી મેળવતા કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવી ચારણ*

***

સાબરકાંઠા જિલ્લામાં “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે કલેક્ટરશ્રી ડૉ. રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સ્તરીય વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તેવો છે. ગુડ ગવર્નન્સ માટે પારદર્શક વહીવટ અને લોકો પ્રત્યે સંવેદનશીલતા આવશ્યક છે. લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો એ આપણી ફરજ છે. સામાન્ય લોકો પોતાના અધિકારોને સ્વાભિમાન સાથે લાભ લે તે આપણા સૌની ફરજ છે.

આ સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ્ય સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવી અને લોકોના રોજિંદા જીવનમાં અધિકારીકતાઓની શ્રેષ્ઠતા અને પારદર્શિતા લાવવી તેવો છે.પ્રજાહિતની કાર્યપ્રણાલીઓને સુનિશ્ચિત કરવા, તેમને લગતા સુધારાઓને પ્રોત્સાહન આપવાનો અને જાહેર સેવાનો પ્રભાવશાળી અને જવાબદાર રીતે પ્રદર્શન કરાવવાનો છે.

આ વર્કશોપમાં આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ સહિત વિભાગના ઇનિશિએટિવ વિશે વર્કશોપમાં ઝીણવટપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્કશોપમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઈ. ચા) પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કેયુર ઉપાધ્યાય સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!